કાશ્મીરઃ આતંકીઓ પર ફાયરિંગ કરી રહેલા સુરક્ષા દળોની સામે આવી ભીડ, 17 લોકો ઘાયલ
abpasmita.in
Updated at:
30 Dec 2018 10:11 AM (IST)
NEXT
PREV
કાશ્મીરઃ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સુરક્ષા દળોની સાથે અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં એક આતંકી પાકિસ્તાની હોવાની આશંકા છે. આતંકીઓ પર ફાયરિંગ દરમિયાન લોકોએ સૈન્ય પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં સૈન્યની જવાબી કાર્યવાહીમાં 17 નાગરિકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. જાણકારોના મતે યુવકોએ હાજીન પાયીન ગામમા ચાર આતંકવાદીઓને ઠાર મારતા સમયે સૈન્ય પર પથ્થરમારો કર્યો હતો. સુરક્ષાદળોએ તેમને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે નાગરિકોને ત્યાં ન જવાની સલાહ આપી હતી કારણ કે ત્યાં વિસ્ફોટક સામગ્રી હોઇ શકે છે.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, પુલવામાના હંજન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત જાણકારીના આધાર પર સુરક્ષાદળોએ સવારે વિસ્તારની ઘેરાવ કર્યો હતો અને તપાસ અભિયાન ચલાવ્યું હતું. તેમણે જણાવ્યું કે જ્યારે સુરક્ષાદળો તપાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં છૂપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આર્મીએ પણ જવાબી કાર્યવાહી કરી હતી અને ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ મુઝમ્મિલ અહમદ ડાર, વસીમ અકરમ વાની અને મુઝમ્મિલ નઝીર ભટ્ટ તરીકે થઇ છે. તમામ આતંકીઓ પુલવામાના રહેવાસી હતા. તમામ આતંકીઓ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -