મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે પોતાના મંત્રમંડળનું વિસ્તરણ કર્યું છે. 11 મંત્રીઓનો સમાવેશ કર્યો છે, જેમાથી 10 નવી ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તરણમાં શિવસેનાના કોઇ નેતાને કેબિનેટ દરજ્જો નહી મળતા પાર્ટી નારાજ છે. આ વિસ્તરણમાં ભાજપના 6 શિવસેનાના 2 અને અન્ય સહયોગી દળોના 2 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


કેંદ્રીય મંત્રીમંડળમા થયેલા વિસ્તરણ ભાદ બાજપ સાશિત રાજ્યોમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મહારાષ્ટ્રના મંત્રમંડળનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ફડણવીસના મત્રીમંડળમાં શિવસેના 2 ધારાસભ્યોનો સ્થાન આપવામાં આવ્યું છે. શુક્રવારે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગેરહાજર રહ્યા હતા. જે તેનની નારાજગી તરફ ઇસારો કરે છે.

6 મંત્રીઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધી હતા. જેમાથી રામ શિંદે ગૃહ રાજ્યમંત્રીને પ્રમોશન આપીને કેબિનેટ મંત્રી બનાવામાં આવ્યા છે. શિવસેનાના મરાઠાવાડ ક્ષેત્રના જાલનાથી ધારાસભ્ય અજરૂન ખોતકર અને ઉત્તરી મહારાષ્ટ્રના જલગાંવથી ધારાસભ્ય ગુલાબરાવ પાટિલને જૂનિયર મંત્રી બનાવવામાં આવ્યા છે.

ભાજપાના ચુંટણી પહેલાના સહયોગી સ્વાભિમાન પાર્ટીના સાદાભાઉ ખોત અને રાષ્ટ્રીય સમાજ પાર્ટીના મહાદેવ જાનકરે પણ શપથ લીધા હતા. જાનકર કેબિનેટ મંત્રી બન્યા છે

કેબિનેટ મંત્રી તરીખે શપથ ગ્રહણ કરનાર ભાજપાના ધારાસભ્યોમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પાંડૂરંગ ફૂંડકર ડૌંડેચા (ધૂલે)થી ધારાસભ્ય જયકુમાર રાવલ, નિલાંગાથી સાંભાજી પાટિલ નિલાંગેકર અને સોલાપુરથી ધારાસભ્ય સુભાષ દેશમુખનો સમાવેશ થાય છે.

ભાજપાના ધારાસભ્ય રવિંદ્ર ચવ્હાણ અને મદન યેરાવરે રાજ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. રાજ્યમંત્રી પદની શપથ લેનાર પાંચ અન્ય લોકોમાં શિવસેનાના બે ભાજપના બે અને એક અન્ય ગઠબંધન સહોયગી છે.