Manu Bhaker: પેરિસ ઓલિમ્પિક 2024ના ડબલ મેડલ વિજેતા મનુ ભાકરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. થોડા દિવસો પહેલા જ રાષ્ટ્રપતિએ તેમને ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા, પરંતુ હવે જે સમાચાર મળ્યાં છે તે દુ:ખદ છે. માર્ગ અકસ્માતમાં તેમની નાની અને મામાનું મૃત્યુ થયું છે.  મનુ ભાકર અને તેમના પરિવારને આઘાત લાગ્યો છે. આ અકસ્માત રવિવારે સવારે ચરખી દાદરીના મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર થયો હતો. મનુના મામા અને નાની સ્કૂટર  પર જતાં  હતા, ત્યારે અચાનક ઓવર સ્પીડમાં આવતી કારે સ્કૂટરને  ટક્કર મારી હતી. . ટક્કર એટલી બધી હતી કે, બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.


 માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારબાદ મનુ ભાકરના મામા અને નાનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં ઘટનાને અંજામ આપનાર વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. હવે પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે અને ડ્રાઇવરની શોધ ચાલુ છે. પોલીસે મૃતકોની ઓળખ 50 વર્ષીય યુદ્ધવીર ( મનુ ભાકરના કાકા) અને 65 વર્ષીય સાવિત્રી (મનુ ભાકરની નાની) તરીકે કરી છે. બંને મૂળ હરિયાણાના ભિવાની જિલ્લાના કલાલી ગામના રહેવાસી હતા.


કેવી રીતે થયો અકસ્માત?


મનુ ભાકરના મામા યુદ્ધવીર હરિયાણા રોડવેઝમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા.  સવારે નોકરી પર જવા માટે તેઓ સ્કૂટી લઇને ર નીકળ્યા હતા આ સમયે  મનુના નાનીને તેમના નાના પુત્રના ઘરે જવાનું હોવાથી તેઓ પણ તેમની સાથે સ્કૂટરમાં નીકળ્યાં હતા. તેમનો નાનો પુત્ર  લોહારુ ચોકમાં રહે છે. આ કારણોસર, યુધ્વવીર અને સાવિત્રી એક સાથે સ્કૂટર પર નીકળ્યા હતા, પરંતુ તેઓ કાલિયાણા વળાંક પર પહોંચ્યા કે રોંગ સાઇડથી આવી રહેલી એક ઓવરસ્પીડ કારે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. . ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડની કિનારે પલટી ગઈ હતી, જ્યારે મનુ ભાકરના મામા અને નાની  ઘટનાસ્થળે જ મોત થયું હતું.