બે વર્ષ પહેલા કાશ્મીરમાં આતંકીઓ સામે લડતા પતિને ગુમાવ્યા બાદ એક વીરાંગના પોતે સેનામાં સામેલ થઈ છે. શનિવારે લેફ્ટનેન્ટ નિતિકા કૌલ ઢોંઢિયાલે ચેન્નઈ સ્થિત ઓટીએ એકેડમીમાં પાસ-આઉટ થઈ સેના જોઈન કરી છે. તમિલનાડુના ચેન્નાઈમાં નિકિતા કૌલને સેનાની વર્દી પહેરાવવામાં આવતા તેઓ ભાવુક થઈ ગયા હતા.  તેમના પતિ મેજર વિભૂતિ શંકર ઢૌંઢિયાલ વર્ષ 2019માં પુલવામા હુમલામાં શહીદ થયા હતા. શનિવારે સેનાની ચેન્નઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં શોર્ટ સર્વિસ  કમીશન અધિકારીઓની પાસિંગ આઉટ પરેડ યોજાઈ. આ પરેડમાં બધાની નજર લેફ્ટનેન્ટ નિતિકા કૌલ પર હતી.


છેલ્લા 2 વર્ષમાં બે વખત સોશિયલ મીડિયા પર છવાઈ નિકિતા કૌલ


પીપિંગ સેરેમની દરમિયાન ખુદ સેનાની ઉતરી કમાનના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ વાઈ કે જોશીએ તેના ખભા પર બે સ્ટાર લગાવી સેનામાં સામેલ  કર્યો. જમ્મુ કાશ્મીરના ઉધમપુર સ્થિત સેનાની ઉત્તરી કમાને નિકિતા કૌલની પીપિંગ સેરેમનીનો વીડિયો શેર કર્યો છે. જોત જોતામાં નિકિતા કૌલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો.



છેલ્લા બે વર્ષમાં બે વખત એવું થયું કે નિતિકા કૌલની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. આ પહેલા તેમની તસવીર ફેબ્રુઆરી 2019માં એ સમયે સામ આવી જ્યારે તેમના પતિ મેજર વિભૂતિ શંકર ઢૌંઢિયાલનુ પાર્થિવ શરીર તેમના ઘર ઉત્તરાખંડના દેહરાદૂન પહોંચ્યું. પોતાના પતિના પાર્થિવ શરીર પાસે બેસી ખૂબ લાંબા સમય સુધી તેમને જોતી રહી. 


પતિના મોત બાદ નિકિતાએ સેનામાં સામેલ થવાનું નક્કી કર્યું


એ સમયે નિતિકા ગુરુગ્રામની એક મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતી હતી પરંતુ પતિના મોત બાદ તેણે પોતે સેનામાં સામેલ થવાનું નક્કી કર્યું અને એસએસસી પરીક્ષા પાસ કરી ઓટીએ ચેન્નઈમાં એડમિશન લીધુ.  નવ મહીનાની મહેનત બાદ હવે તે સેનાની ઓર્ડિન્સ કોરનો હિસ્સો બની ગઈ છે.


સેનાની ઉત્તરી કમાનના કમાંડર લેફ્ટિનેંટ જનરલ વાઈ કે જોશીએ તમિલનાડૂના ચેન્નઈમાં અધિકારીઓની પ્રશિક્ષણ એકેડમીમાં તેમના ખભે સ્ટાર લગાવ્યા હતા. રક્ષા મંત્રાલય, ઉધમપુરના જનસંપર્કના સત્તાવાર ટ્વિટર હેંડલ પર આ સમારંભનો એક ટૂંકો વીડિયો શેર કર્યો છે.