ભુવનેશ્ર્વર: ઓડિશામાં સ્વાસ્થમંત્રી અતનું સબ્યસાચી નાયકે હમણા હોસ્પિટલમાં આગમાં 25 લોકોના મૃત્યં બાદ શુક્રવારે નૈતિકતાના આધાર પર રાજીનામું આપી દિધુ છે. આગ લાગવાની ધટના સોમવારે એસયૂએમ હોસ્પિટલમાં બની હતી. મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું સ્વાસ્થ મંત્રીએ રાજીનામું મોકલ્યું છે. તેમણે નૈતિકતાના આધાર પર રાજીનામું આપ્યું છે. જેનો મે સ્વીકાર કર્યો છે અને તેને રાજ્યપાલ પાસે મોકલી દેવામાં આવ્યું છે.

નાયક ઈંસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયંસ અને એસયૂએમ હોસ્પિટલના માલિક મનોજ નાયક સાથેના સંબંધોને લઈને દબાવમાં હતા. અતુનની પત્ની મનોજ નાયકના એક કૉલેજમાં વ્યાખ્યાતા છે. મનોજ નાયકની ધરપકડ કરવામાં આવી છે. વિરોક્ષ પક્ષ દ્વારા મુખ્યમંત્રી પર દબાણ બનાવવામાં આવ્યું હતું.