મુંબઇઃ મથુરામાં ગુરુવારે જવાહર પાર્કમાં દબાણ હટાવવા દરમિયાન પોલીસ પર હૂમલો થયો હતો ત્યાર બાદ હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક એસપી અને એસઓ સહિત 24 ઉપદ્રવીઓના પણ મોત થયા હતા. આ બધા વચ્ચે હેમા માલિનીએ ટ્વીટર પર પોતાની શુટિંગના ફોટા શેર કરતા વિવાદ થયો હતો.
હેમા માલિનીએ ટ્વીટર પર પોસ્ટ કરેલા ફોટાને લઇને વિવાદ થતા તેણે ફોટાને ટ્વીટર પરથી ડિલીટ કરી દિધા હતા.અને લખ્યું હતું કે, થોડા સમય પહેલા જ હું મથુરાથી આવી છું. મને ત્યાં થયેલી હિંસાના સમાચાર મળ્યા જેમા ઘણા પોલીસ કર્મિયોના જીવ ચાલ્યા ગયા છે.
આ પહેલા પણ હેમા માલિની પોતાના અસંવેદનશીલતાને લીધે વિવાદમાં રહી છે. રાજસ્થાનના દૌસામાં તેની મર્સિડીજ એક કાર સાથે ટકરાઇ હતી. જેમા એક બાળકનું મોત થઇ ગયું હતું. તે મથુરાથી જયપુર જઇ રહી હતી. તેણે ટ્વીટર પર બાળકના પિતા પર આરોપ લગાડ્યો હતો. જ્યારે પોલીસનું કહેવું હતુ કે, તેમની સર્સિટીજ ઘણી સ્પીડમાં હતી.