માયાવતીએ કહ્યું બસપા સાંપ્રદાયિક, જાતિવાદી અને પૂંજીવાદી વિચારધારા રાખનારા સાથે ક્યારેય ગઠબંધન ન કરી શકે. તેમણે કહ્યું તે રાજકારણમાંથી સન્યાસ લઈ શકે છે પરંતુ આવી પાર્ટીઓ સાથે નહી જાય.
બસપા પ્રમુખે કહ્યું કે તમામ લોકો જાણે છે કે બસપા એક વિચારધારા અને આંદોલનની પાર્ટી છે અને જ્યારે મે ભાજપ સાથે સરકાર બનાવી ત્યારે મે કોઈ કરાર નહોતા કર્યા.
રાજ્યસભા ચૂંટણી પહેલા બસપા સુપ્રીમો માયાવતીએ સાત બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. આ સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે એમએલસી ચૂંટણીમાં બસપા તેમને જવાબ આપવા માટે તમામ તાકત લગાવી દેશે. માયાવતીએ કહ્યું હતું કે ભાજપને મત આપવો પડે તો પણ આપશું.