MCD Election Live: એમસીડીમાં ચૂંટણીમાં 4 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન ?

MCD Election 2022: 250 વોર્ડમાં કુલ 1,349 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 8 થી સાંજના 5.30 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામ 7 ડિસેમ્બરે આવશે. 1.45 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 Dec 2022 05:01 PM
એમસીડી ચૂંટણીમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન

મોડલ પોલિંગ બુથ પર થઈ રહ્યું છે વોટિંગ

સુભાષ મહોલ્લા વોર્ડમાં 450 મતદારોના નામ મતદાર યાદીમાંથી

ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું, સુભાષ મહોલ્લા વોર્ડમાં 450 મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે કારણ કે તેઓ ભાજપને સમર્થન કરે છે. દિલ્હી સરકારનું આ એક મોટું ષડયંત્ર છે, તેની સામે ફરિયાદ કરશે અને આ ચૂંટણીને રદ કરીને ફરીથી ચૂંટણી કરાવવાની અપીલ કરશે.

ભાજપ નેતા મીનાક્ષી લેખીએ કર્યો મતાધિકારનો ઉપયોગ

કેજરીવાલે કર્યુ મતદાન

કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ વોટિંગ બાદ કહી આ વાત

પૂર્વ મંત્રી ડો.હર્ષવર્ધને કર્યું વોટિંગ

2017ની MCD ચૂંટણીમાં ભાજપે 181 સીટો જીતી હતી.

2017ની દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 181 વોર્ડ જીત્યા હતા. AAP 48 અને કોંગ્રેસ 27 વોર્ડમાં જીતી હતી.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના વર્ષ 1958માં કરવામાં આવી હતી.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના વર્ષ 1958માં કરવામાં આવી હતી. 2012 માં, તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિતના કાર્યકાળ દરમિયાન, તેને ત્રણ ભાગો ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહેંચવામાં આવ્યું હતું. જો કે, આ વર્ષે ફરીથી ત્રણેયને એકીકૃત કરવામાં આવ્યા હતા.

પ્રથમવાર વોટ આપતી યુવતિએ શું કહ્યું.

ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ પત્ની સાથે કર્યુ મતદાન

ચૂંટણીને લઈ મનીષ સિસોદીયાએ શું કહ્યું

કોંગ્રેસ નેતા અજય માકને પત્ની સાથે કર્યુ મતદાન

બ્રેકગ્રાઉન્ડ

MCD Election 2022 Live Updates: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 4 ડિસેમ્બર એટલે કે રવિવારે મતદાન થવાનું છે. અહીં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1,349 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 8 થી સાંજના 5.30 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામ 7 ડિસેમ્બરે આવશે. 1.45 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. છેલ્લા 15 વર્ષથી MCD પર શાસન કરી રહેલ ભાજપ પોતાને રિપીટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હીની સત્તા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી દિલ્હીની રાજનીતિમાં વાપસી કરવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે.


લગભગ 40,000 પોલીસકર્મીઓ, 20,000 હોમગાર્ડ્સ અને અર્ધલશ્કરી અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળોની 108 કંપનીઓ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની રવિવારે યોજાનારી ચૂંટણીમાં તૈનાત કરવામાં આવશે. પોલીસે કહ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 60 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. MCDના 250 વોર્ડની ચૂંટણીઓ માટે પોલીસનું મુખ્ય ધ્યાન સાંપ્રદાયિક તણાવની સંભાવનાને રોકવા અને ઉમેદવારોને ગેરકાયદેસર માધ્યમો દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરતા રોકવા પર રહેશે.


ઉત્તર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સાગર સિંહ કલસીએ જણાવ્યું હતું કે બદમાશો સામે સતર્ક રહેવા અને આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) ઝોન-2 સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે તમામ સંવેદનશીલ મતદાન મથકોનો સર્વે કરવામાં આવ્યો છે.


MCD ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા


ઝોન-1માં સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે પોલીસ છેલ્લા છ-આઠ અઠવાડિયાથી એમસીડીની ચૂંટણી પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે જિલ્લા સ્તરના વરિષ્ઠ અધિકારીઓને રાત્રે તેમની ઓફિસમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.


પાઠકે જણાવ્યું હતું કે, “અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ચૂંટણી આયોજિત કરવામાં સામેલ ચૂંટણી પંચ અને એજન્સીઓ વચ્ચે સંકલન માટે ખૂબ જ સુરક્ષિત વાતાવરણ બનાવવા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ. જો શાંતિ ભંગ કરવાની કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


દિલ્હી MCD ચૂંટણી માટે 40,000 પોલીસ કર્મચારીઓ તૈનાત


દિલ્હીના સ્પેશિયલ સીપી (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું છે કે દિલ્હીમાં 4 તારીખે MCD ચૂંટણી યોજાશે, જેના માટે પોલીસે દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્રના 7 જિલ્લામાં સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. તમામ બૂથનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તમામ પરિસરમાં પોલીસ તૈનાત કરવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.