નવી દિલ્હી:  કેંદ્ર દ્વારા કોવિડ-19ની રસી માટે કોઇ નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી તેવા આક્ષેપો કરતા મીડિયા અહેવાલો તાજેતરમાં ફરતા થયા છે. આ સમાચાર ખોટા અને પાયા વિહોણા છે.  આવા સમાચારોમાં ટાંકવામાં આવ્યું છે કે, બે રસી ઉત્પાદકોને છેલ્લે માર્ચ 2021માં ઓર્ડર આપવામાં આવ્યો હતો (જેમાં SIIને 100 મિલિયન ડોઝ અને ભારત બાયોટેકને 20 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો હોવાનું દર્શાવ્યું છે). આવા મીડિયા અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને તથ્ય વિહોણા છે.


 સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સ્પષ્ટતા કરવામાં આવે છે કે, સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII)ને 28.4.2021ના રોજ કોવિશીલ્ડ રસીના 11 કરોડ ડોઝ મે, જૂન અને જુલાઇ મહિનામાં પૂરાં પાડવા માટે રૂપિયા 1732.50 કરોડ (TDS કાપ્યા પછી રૂ. 1699.50 કરોડ)ની ચુકવણી 100 ટકા એડવાન્સ પેમેન્ટ તરીકે કરવામાં આવી છે અને 28.4.2021ના રોજ તેમને આ રકમ પ્રાપ્ત થઇ ચુકી છે. આજદિન સુધીમાં, કોવિશીલ્ડ રસીના 10 કરોડ ડોઝના છેલ્લા ઓર્ડરની સામે, 8.744 કરોડ ડોઝની 03.05.2021 સુધીમાં ડિલિવરી પણ કરી દેવામાં આવી છે.


આ ઉપરાંત, ભારત બાયોટેક ઇન્ડિયા લિમિટેડ (BBIL)ને મે, જૂન અને જુલાઇ મહિના દરમિયાન કોવેક્સિનના 5 કરોડ ડોઝ માટે 100 ટકા એડવાન્સ પેટે રૂપિયા 787.50 કરોડ (TDS કાપ્યા પછી રૂપિયા 772.50 કરોડ) ચુકવવામાં આવ્યા છે અને 28.04.2021ના રોજ તેમને આ રકમ પ્રાપ્ત થઇ ગઇ છે. આજદિન સુધીમાં, કોવેક્સિન રસીના 2 કરોડ ડોઝ માટેના છેલ્લા ઓર્ડરમાંથી 0.8813 કરોડ ડોઝની ડિલિવરી 03.05.2021 સુધીમાં થઇ ગઇ છે.


આથી, ભારત સરકાર દ્વારા કોઇપણ નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી તેમ કહેવું તદ્દન ખોટું છે.


2 મે 2021ના રોજની સ્થિતિ અનુસાર, ભારત સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 16.54 કરોડ ડોઝ વિનામૂલ્યે પૂરાં પાડ્યાં છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ કવાયત આગળ વધારવા માટે હજુ પણ તેમની પાસે 78 લાખ ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર દ્વારા 56 લાખ કરતાં વધારે રસીના ડોઝનો વધારાનો જથ્થો પહોંચાડી દેવામાં આવશે.


રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ વ્યૂહનીતિ અંતર્ગત, ભારત સરકાર કેન્દ્રીય દવા લેબોરેટરી (CDL) દ્વારા માન્ય કરાયેલ રસીનો 50 ટકા હિસ્સો ખરીદવાનું ચાલુ રાખશે અને અગાઉની જેમ જ રાજ્યોને વિનામૂલ્યે રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવાનું પણ ચાલુ રાખશે.


સીરમ ઈન્સ્ટીટ્યૂટે ટ્વીટ કરી કહી આ વાત


બીજી તરફ એસ્ટ્રજેનિતા સાથે કોવિશીલ્ડ તૈયાર કર રહેલી પુણે સ્થિત દેશની સૌથી મોટી દવા નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટે ટ્વીટ કરી આ વાત સાચી ગણાવી છે. તેમણે કહ્યું, અમે આ સૂચનાનું પ્રામાણિક્તાથી સમર્થન કરીએ છીએ. અમે છેલ્લા એક વર્ષથી ભારત સરકાર સાથે મળીને કામ કરીએ છીએ અને તેના સમર્થન માટે ધન્યવાદ કરીએ છીએ. અમે દરેક જીવન જેને અમે બચાવી શકીએ છીએ, તેના માટે રસીના ઉત્પાદનને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.