નવી દિલ્હીઃ  વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જલવો એક વાર ફરી દુનિયા જોશે. 22 સપ્ટેમ્બરના રોજ હ્યુસ્ટનમાં 'Howdy Modi' કાર્યક્રમમાં 50 હજારથી વધુ ભારતીયો વડાપ્રધાન મોદી સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. આ કાર્યક્રમ પાછળ વિજય ચૌથાઇવાલે છે જે અનેક દેશોમાં વડાપ્રધાન મોદીના ધમાકેદાર આયોજન કરી ચૂક્યા છે. હ્યુસ્ટનમાં આ કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા માટે વિજય ચૌથાઇવાલેએ ત્યાંના ભારતીયો સાથે સંપર્ક કરવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે. કાર્યક્રમમાં સીટ બુક કરાવવા માટે તેમણે ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરી છે. અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકો રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે. વિજય ચૌથાઇવાલે  આ સમયે ભારતીય જનતા પાર્ટીના વિદેશ મામલાના પ્રભારી છે. અપ્રવાસી ભારતીયોને ભાજપ સાથે જોડવામાં તેઓ લાગ્યા છે. દુનિયામાં જ્યાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ હોય છે ત્યાં અનેક મહિના અગાઉ પહોચીને કેમ્પેનિંગ કરે છે. ભારતીયો સાથે જોડાયેલા તમામ નાના-મોટા સંગઠનોનો સંપર્ક કરીને તેમને વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટે રાજી કરે છે. ભાજપ સાથે જોડાતા અગાઉ તે સાયન્ટિસ્ટ કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરતા હતા. સૂત્રોના મતે જ્યારે 2014માં સામાન્ય ચૂંટણી ખત્મ થઇ તો તેઓ ફરીથી કોર્પોરેટર સેક્ટરમાં પાછા ફરવા માંગતા હતા પરંતુ ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેમને પાર્ટી તરફથી વિદેશ વિભાગના પ્રકોષ્ઠ જોવાની જવાબદારીની ઓફર કરી હતી.