આ પહેલ અતંર્ગત, જો વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવું, ડ્રાઈવિંગ લાયસન્સ, વીમો અને પી.યુ.સીના નિયમનો ભંગ કરશે તો તેના માટે કોઈ દંડ નહીં કરે પણ પોલીસ તેમને મદદ કરશે.
આ પહેલ અંતર્ગત હૈદ્રાબાદ પોલીસ વાહનચાલકને હેલ્મેટ ખરીદવા માટે મદદ કરશે. વીમો કઢાવવા અને પી.યુ.સી કઢાવવા માટે પોલીસ લોકોને મદદ કરશે. સ્થળ પર જ પોલીસ લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરાવી ઓનલાઈન સ્લોટ બુક કરાવવામાં પોલીસ મદદ કરશે. આ પહેલ હૈદરાબાદનાં રાચકોંડા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને લોકો તેને આવકારી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ઘડેલા આ કાયદાને દેશના ઘણા રાજ્યોએ અમલ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ભાજપ શાસિત ગુજરાત અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ આ કાયદામાં કરેલી દંડની જોગવાઇમાં ઘટાડો કર્યો છે.