નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ મામલામાં પહેલાની અપેક્ષાએ મોટી સંખ્યામાં ઘટાડો આવ્યો છે.  જો કે, સંક્રમણની ઝપેટમાં હજુ પણ અનેક લોકો આવી રહ્યાં છે. ત્યારે હવે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાં પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. સીએમ સંગમાંનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી ખુદ કોનરાડ સંગમાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી હતી.




ટ્વીટમાં તેમણે જણાવ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હોમ આઈસોલેશનમાં છું અને સામાન્ય લક્ષણ અનુભવી રહ્યો છું. છેલ્લા પાંચ દિવસમાં મારા સપર્કમાં આવ્યા હોય તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ 97 લાખ 96 હજાર 769 થઈ ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 42 હજાર 186 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 63 હજાર થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 92 હજાર લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.