The Kashmir Files: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કાશ્મીર ફાઇલ્સ પર પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું અને કહ્યું કાશ્મીરી પંડિત શું હોય છે તેઓ શું જાણે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેહુબા મુફ્તીએ કહ્યું કે "મેં 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈ નથી. મેં છત્તીસિંગપુરા હત્યાકાંડ અને નંદી માર્ગ હત્યાકાંડ જોયો છે. 3 દિવસ પછી સેનાએ 7 મુસ્લિમ છોકરાઓને ઉપાડી લીધા અને તેમને મારી નાખ્યા. આના પરથી આપણે શું કહી શકીએ? આખી સેના ખરાબ છે?"
...તો આજે પરિસ્થિતિ જુદી હોત - મહેબૂબા મુફ્તી
તેમણે કહ્યું- "ભાજપને કાશ્મીરી પંડિતો શું છે તેની ખબર છે. ભાજપ તેમના (કાશ્મીરી પંડિતોના) દુઃખનો હથિયાર તરીકે ઉપયોગ કરીને નફરત ફેલાવવા માંગે છે."
મહેબૂબા મુફ્તીએ કહ્યું- "જમ્મુ-કાશ્મીરમાં દરેકને અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ અને પીએમ જે રીતે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનું પ્રમોશન કરી રહ્યા છે, તેવી જ રીતે જો તેઓએ છેલ્લા 8 વર્ષમાં કાશ્મીરી પંડિતો માટે કંઈક કર્યું હોત, તો આજે તેમના પરિસ્થિતિ જુદી હોત."
10 દિવસમાં 168 કરોડની કમાણી
11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર શાનદાર ધેકાવ કરી રહી છે. પહેલા દિવસે 3.25 કરોડની ઓપનિંગ લેનારી આ ફિલ્મે ત્યારથી અત્યાર સુધીમાં અપેક્ષા કરતા વધુ કમાણી કરી છે. જો આમ જ ચાલુ રહેશે તો વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ આગામી બે સપ્તાહમાં રૂ. 300 કરોડનો આંકડો પાર કરી જશે. રવિવારની રજાના કારણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મને ઘણો ફાયદો થયો છે. કાશ્મીર ફાઇલ્સે રિલીઝના 10માં દિવસે 27 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ રિલીઝના બીજા સપ્તાહમાં 150 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. ફિલ્મે 10 દિવસમાં 168 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બાહુબલી 2 પછી રિલીઝના બીજા અઠવાડિયામાં 73 કરોડનું કલેકશન કરનારી ધ કાશ્મીર ફાઇલ્સ માત્ર બીજી ફિલ્મ છે.