New Delhi : ત્રણ દિવસમાં બીજી વખત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ દરમિયાન એક મોટા સમાચાર આવ્યા છે કે આ મીટિંગ વચ્ચે પીડીપી પ્રમુખ  મહેબૂબા મુફ્તી કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાને પહોંચી ગયા છે. દિલ્હીમાં મેહબૂબા મુફ્તી અને સોનિયા ગાંધી વચ્ચે મુલાકાત થઇ. 


ભાજપ પર કર્યા પ્રહારો 
મુફ્તીએ ગાંધી સાથે થોડો સમય વિતાવ્યો અને કોંગ્રેસ અધ્યક્ષ સાથે દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે.પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના નેતાએ કહ્યું છે કે તે કોંગ્રેસ છે જેણે દેશને અત્યાર સુધી સુરક્ષિત રાખ્યો છે, આરોપ લગાવતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP) વધુ પાકિસ્તાન બનાવવા માંગે છે.






UPAમાં ફરી સામેલ થશે PDP? 
PDPના પ્રમુખ મહેબૂબા મુફ્તી સોનિયા ગાંધીને મળવા 10 જનપથ પહોંચ્યા હતા.  બંને વચ્ચેની આ મહત્વપૂર્ણ મુલાકાત બાદ એવી અટકળો ચાલી રહી છે કે મુફ્તી ફરી એકવાર UPAનો હિસ્સો બની શકે છે.


PDP અને કોંગ્રેસની રાજકીય સફર 
કોંગ્રેસના પૂર્વ નેતા મુફ્તી મોહમ્મદ સઈદે પુત્રી મહેબૂબા મુફ્તી સાથે 1999માં PDPની રચના કરી હતી. PDP પાર્ટીની રચનાના માત્ર 3 વર્ષ બાદ સત્તામાં આવી હતી. મુફ્તી મોહમ્મદ સઈદ રાજ્યના સીએમ બન્યા. માત્ર 16 બેઠકો જીતનાર સઈદની પાર્ટીને તેમની જૂની પાર્ટી કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું. બંને પક્ષો વચ્ચેના કરાર હેઠળ પહેલા મુફ્તીના સઈદ મુખ્યપ્રધાન હતા અને બાદમાં 3 વર્ષ સુધી કોંગ્રેસના ગુલામ નબી આઝાદ  મુખ્યપ્રધાન  હતા. 2008માં PDPએ કોંગ્રેસને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. ત્યરાબાદ  કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે સમજૂતી થઈ હતી. જો મહેબૂબા મુફ્તી કોંગ્રેસ સાથે આવશે તો 14 વર્ષ પછી બંને પાર્ટીઓ સાથે હશે.