દિલ્હી ચૂંટણીમાં મીમ્સ વૉર શરૂ, બીજેપીએ ‘ART’ અને ‘ARTIST’ને લઇને કેજરીવાલ પર બનાવ્યા મીમ્સ
gujarati.abplive.com | 21 Jan 2020 01:34 PM (IST)
દિલ્હી બીજેપીએ આપ સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એક પછી એક મીમ્સ ટ્વીટર પર શેર કર્યા છે
નવી દિલ્હીઃ દિલ્હીમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ બીજેપી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજા પર એટેક કરી રહ્યાં છે. આ ત્રણેય પક્ષો એકબીજા પર નિશાન સાધવાનો કોઇ મોકો નથી ચૂકી રહ્યાં. આજે દિલ્હી બીજેપીએ આપ સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એક પછી એક મીમ્સ ટ્વીટર પર શેર કર્યા છે. જુઓ મીમ્સ....... શું છે ‘ART AND ARTIST’ મીમ? ખરેખરમાં, સોશ્યલ મીડિયા પર આજકાલ ‘ART AND ARTIST’ નામથી મીમ્સ શેર કરવામાં આવી રહ્યાં છે, અને તેમના કામને બતાવવામાં આવી રહ્યાં છે. આને લઇને બીજેપીએ સીએમ કેજરીવાલ પર કટાક્ષો કર્યા છે. પોતાના મીમ્સમાં બીજેપીએ દિલ્હીનો વિકાસ ના થયો હોવાનો દાવો કર્યો છે.