નવી દિલ્હીઃ રેશન કાર્ડ યોજનામાં કેન્દ્ર સરકાર મોટો ફેરફાર કરી રહી છે, 1લી જૂનથી કોઇપણ રાજ્યના રેશન કાર્ડધારક બીજા રાજ્યોમાં સરકારી રેટ પર રેશન લઇ શકશે. સરકારની આ યોજનાથી દેશના 81 કરોડ લોકોને ફાયદો થશે, આ યોજનાથી લોકો દેશના ગમેતે ખુણામાંથી સસ્તુ અનાજ-રેશન લઇ શકશે.


યોજનામાં કોણે અને કઇ રીતે મળશે ફાયદો?
યુપીનો રેશનાકાર્ડ ધારક દિલ્હી કે તામિલનાડુમાં રહેવા જાય છે, તો તે તેજ કાર્ડથી સરકારી રેટ પર રેશન લઇ શકશે. આ યોજના કોઇપણ રાજ્યના રેશન કાર્ડ ધારકને બીજા રાજ્યમાં સરકારી રેટ પર રેશન લેવાની સુવિધા આપશે. હાલ એક રાજ્યના કાર્ડધારકોને અન્ય રાજ્યમાં સરકારી રેશન લેવાની સુવિધા નથી.

એક રાષ્ટ્ર-એક રેશન કાર્ડનો સૌથી મોટો ફાયદો પ્રવાસી કામદારો-મજૂરોને થશે. જે મહિના સુધી કામ કરવા માટે પોતાના રાજ્યથી બીજા રાજ્યોમાં રહે છે. કેન્દ્રીય ગ્રાહકો મામલા, ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યુ કે, આ યોજના ત્રણ તબક્કામાં લાગુ કરવાની છે.

આખા દેશમાં લગભગ ત્રણ કરોડ રેશન કાર્ડ નકલી પકડાયા છે, જેમાંથી બિહારમાંથી 44,404 કાર્ડ નકલી પકડાયા છે, અને આ નકલી રેશનકાર્ડને દુર કરવા પર સરકારને લગભગ ત્રણ કરોડ રૂપિયાની બચત થઇ છે.

81 કરોડ લોકોને મળશે ફાયદો
ઉલ્લેખનીય છે કે, દેશમાં રેશનકાર્ડના લાભાર્થીઓની સંખ્યા 81 કરોડ છે, રેશન કાર્ડ દ્વારા બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા મળે છે. સરકાર પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (પીડીએસ) દ્વારા 610 લાખ ટન અનાજ રસ્તા દરે આપી રહી છે, જે માટે કેન્દ્ર એક લાખ 78 હજાર કરોડ રૂપિયા સબસિડી આપે છે.