નવી દિલ્હીઃ અમેરિકામાં જઇને વસેલી ભારતીય મહિલા પત્રકાર દ્ધારા લગાવવામાં આવેલા રેપના આરોપો પર બીજેપી સાંસદ એમ.જે અકબરે સ્પષ્ટતા કરી હતી. અકબરે કહ્યું હતું કે, લગભગ 24 વર્ષ અગાઉ અમે બંન્ને સહમતિ સાથે સંબંધમાં હતા અને અનેક મહિલાઓ સુધી ચાલ્યો હતો. તેમણે કહ્યું કે, ત્યારે અમારા સંબંધોની ખૂબ  ચર્ચા થઇ હતી એટલે સુધી કે બાદમાં તેને લઇને મારા ઘરમાં ઝઘડા પણ થયા હતા. જોકે, બાદમાં રિલેશનશીપ ખરાબ મોડ પર ખત્મ થઇ ગઇ હતી. એમ.જે અકબરે કહ્યું કે, જે લોકો મારી સાથે કામ કરી ચૂક્યા છે. તે લોકો પણ બતાવી શકે છે કે જ્યારે તે મારી સાથે કામ કરતી હતી ત્યારે શું તેના પર કોઇ પ્રકારનું દબાણ હતું. પૂર્વ વિદેશ રાજ્યમંત્રી એમ.જે અકબરે કહ્યું કે, વોશિંગ્ટન પોસ્ટમાં પત્રકારે જે લેખ લખીના મારી વિરુદ્ધ રેપ અને હિંસાનો આરોપ લગાવ્યો છે તે ખરેખર ખોટો છે. આ ઘટના લગભગ 23 વર્ષ જૂની છે અને મારા તરફથી તેનું ખંડન કરવામાં આવ્યું છે. અકબરે કહ્યું કે, 29 ઓક્ટોબરના રોજ વોશિંગ્ટન પોસ્ટે મારા વકીલને આ સંબંધિત સવાલ મોકલ્યા હતા. લેખ વાંચ્યા બાદ મારા માટે સત્ય અને તથ્યો સામે લાવવા જરૂરી હતા. વોશિંગ્ટન પોસ્ટમાં લખેલા લેખમાં ભારતીય મહિલા પત્રકારે કહ્યું હતું કે, જયપુરની એક હોટલમાં અકબર ન્યૂઝ પર ચર્ચા માટે મને સાથે લઇ ગયા હતા. જ્યાં હોટલના કમરામાં તેમણે મારા પર રેપ કર્યો. મેં ખૂબ સંઘર્ષ કર્યો પરંતુ તેઓ તાકાતવર હતા. તેમણે મારા કપડા ફાડ્યા અને મારા પર રેપ કર્યો હતો. અમેરિકામાં રહેનારી પત્રકારે એશિયન એજ ન્યૂઝપેપરમાં કામ કરતા દરમિયાન પોતાના પર થયેલા રેપનો ઉલ્લેખ કર્યો હતો. તેના મતે તે સમયે અકબર તેના બોસ હતા. મેં આ અંગે કોઇ સાથે વાત ના કરી, કોઇ મારી વાત પર વિશ્વાસ કરતું? મે મારી જાતને જ દોષિ માની લીધી, હું હોટલના રૂમમાં જ કેમ ગઇ? આ અગાઉ વર્ષ 1994ની એક અન્ય ઘટનાનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે, હું તેમની ઓફિસમાં ગઇ હતી અને કમરાના દરવાજા બંધ હતા. મેને તેમને ઓ-પેડ પેજ બતાવ્યું અને જણાવ્યું કે કેવી રીતે હેડલાઇન્સ અને રોચક બનાવી છે. અકબરે મારા પ્રયાસોની પ્રશંસા કરી અને તરત મને કિસ કરવા પ્રયત્ન કરવા લાગ્યા. જેને કારણે મારો ચહેરો શરમને કારણે લાલ થઇ ગયો, મે મારી સહયોગીને આખી ઘટના અંગે વાત કરી હતી.