નવી દિલ્હી : કેંદ્રીય ગૃહમંત્રાલયે દેશભરની યુનિવર્સિટીમાં પરીક્ષા લેવા મંજૂરી આપી દીધી છે. આ મંજુરી અંતર્ગત હવે અંતિમ વર્ષની પરીક્ષાને મંજૂરી અપાઇ છે. UGCની ગાઈડલાઈન મુજબ અને કેંદ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણના નિયમો અનુસાર પરીક્ષા માટે મંજુરી અપાતા હવે રાજ્યની વિવિધ યુનિવર્સિટીના અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે. યૂજીસીની ગાઈડલાઈનમાં પહેલા પણ આ વાત કહેવામાં આવી હતી કે છેલ્લા વર્ષની પરીક્ષા યોજવી પડશે.

કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. દેશની યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આયોજિત જુદી જુદી પરીક્ષાઓ માર્ચમાં ટાળવામાં આવી હતી. દેશમાં અનલોક તબક્કામાં પણ અને છૂટ આપવામાં આવી હતી પરંતુ સ્કૂલ, કોલેજ અને વિશ્વ વિદ્યાલયો અને અન્ય સંસ્થાઓ નિયમિત શરૂ કરવામાં નથી આવી.

દેશભરમાં વિદ્યાર્થીઓ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી રહ્યા હતા. સીબીએસઈ, નીટ અને જેઈઈ જેવી મોટી પર રદ્દ થવાના કારણે તેમને યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ રદ્દ થવાની આશા હતી. કોરોનાના કારણે પરીક્ષાઓ રદ્દ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી હતી.