નવી દિલ્હીઃ કોરોના વાયરસના મામલા દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 24,228 નવા મામલા સામે આવ્યા છે અને 425 લોકોના મોત થયા છે. ભારતે કોરોના વાયરસના મામલે રશિયાને પાછળ રાખી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.


સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારના પ્રયાસથી દિલ્હીમાં કોરોના ટેસ્ટિંગ વધ્યું છે અને પોઝિટિવિટી રેટમાં ઘટાડો થયો છે. જૂનના પ્રથમ સપ્તાહમાં દરરોજ 5,481 ટેસ્ટ થતા હતા, જે જુલાઈના પ્રથમ સપ્તાહમાં વધીને 18,766 થઈ ગયા છે. દેશના અનેક રાજ્યોમાં પોઝિટિવિટી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછો છે.
દેશમાં કોરોના પોઝિટિવિટી રેટની રાષ્ટ્રીય સરેરાશ 6.73 ટકા છે. જ્યારે પુડ્ડુચેરીમાં 5.55%, ચંદીગઢમાં 4.36%, આસામમાં 2.84%, ત્રિપુરામાં 2.72%, કર્ણાટકમાં 2.64%, રાજસ્થાનમાં 2.51%, ગોવામાં 2.50%, પંજાબમાં 1.92% છે.



દેશમાં પ્રતિ મિલિયન ટેસ્ટની સંખ્યા 6,859 છે. જ્યારે પુડ્ડચેરીમાં 12,592, ચંદીગઢમાં 9,090, આસામમમાં 9,987, ત્રિપુરામાં 10,941, કર્ણાટકમાં 9,803, રાજસ્થાનમાં 10,445, ગોવામાં 44,129 અને પંજાબમાં 10,257 છે. આ રાજ્યોમાં રાષ્ટ્રના સરેરાશ ટેસ્ટની સંખ્યા કરતા વધારે છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,97,143 પર પહોંચી છે અને 19,693 લોકોના મોત થયા છે. 4,24,433 લોકો સાજા થઈ ગયા છે અને 2,53,287 એક્ટિવ કેસ છે.

આધાર કાર્ડ-પાન કાર્ડ લિંક કરાવવાની સમય મર્યાદા વધી, જાણો કઈ છે છેલ્લી તારીખ

ભારત-ચીન તણાવઃ NSA અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી સાથે કરી વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

કોરોના વાયરસ 14 નહીં આટલા દિવસ સુધી શરીરમાં રહી શકે છે, સામે આવી ચોંકાવનારી માહિતી