નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, દેશભરમાં આ આંકડો 2500ને પાર પહોંચી ગયો છે. હાલ દેશમાં લૉકડાઉન ચાલુ છે, લોકો ઘરોમાં બંધ છે, સરકાર પણ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી રહી છે. ત્યારે કેટલાક લોકો લૉકડાઉનને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
હવે લૉકડાઉન તોડવા મામલ કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, કેન્દ્રીય ગૃહ સચિવે લૉકડાઉન મામલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રમુખ સચિવોને પત્ર લખીને કહ્યું છે કે જો કોઇ લૉકડાઉનનુ ઉલ્લંઘન કરે છે, તો તેના વિરુદ્ધ આપદા પ્રબંધન અધિનિયમ અને આઇપીસીની કલમો અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવે.
આમાં કહેવાયુ છે કે જો કોઇ લૉકડાઉનમાં અવરોધ ઉભો કરે છે, તે લોકોને બે વર્ષની જેલ થઇ શકે છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પણ બધા રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને લૉકડાઉનનુ ઉલ્લંઘન પર સખ્ત કાર્યવાહી કરવાનુ કહી દીધુ છે.
ઉલ્લેખનીય છે કે, 24 માર્ચથી સમગ્ર દેશમાં સંપૂર્ણ લૉકડાઉન છે. આ લૉકડાઉન 21 દિવસ એટલે કે 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને ઘરમાં રહેવા સૂચન કરી રહી છે.
નોંધનીય છે કે, હાલ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2543એ પહોંચી ગઇ છે, જેમાં 53 લોકો મૃત્યુ પામ્યા છે, અને 179 લોકો સાજા પણ થયા છે.
Lockdown પર સરકારનો નવો આદેશ, જો કોઇ તોડશે તો થશે બે વર્ષની જેલ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2020 10:37 AM (IST)
નોંધનીય છે કે, હાલ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2543એ પહોંચી ગઇ છે, જેમાં 53 લોકો મૃત્યુ પામ્યા છે, અને 179 લોકો સાજા પણ થયા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -