મિયા અમાંડાએ ટ્રોલર્સનો ઉડાવ્યો મજાક
મિયા ખલીફા અને અમાંડા સર્નીને યુઝર્સે ટ્રોલ કરી છે. ત્યાર બાદ આ બંને સેલેબ્સે ટ્રોલર્સની મજાક ઉડાવી છે. આ બંનેએ હવે ટ્રોલર્સ પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું છે. અમાંડાએ એક ટવિટ કર્યું છે તેમાં તેમણે પૈસાવાળા ટવિટને જવાબ આપ્યો છે. અમાંડા સર્નીએ ટવિટ કરતા લખ્યું કે, “આ માત્ર હેરાન કરવા માટે છે મારા સવાલ” મને કોણ પૈસા મોકલી રહ્યું છે? મને કેટલા પૈસા મળી રહ્યાં છે? હું મારો ઇન્વોઇસ ક્યાં મોકલું? મને પૈસા કયારે મળશે? ‘ મેં ઘણા ટવિટ કર્યાં છે, શું મને એ ટવિટના એક્સ્ટ્રા પૈસ મળશે?
તો આ મુદ્દે ટ્રોલર્સનો મજાક ઉડાવતા મિયા ખલીફાએ લખ્યું, “હું ત્યાં સુધી ટવિટ કરતી રહીશ, જ્યાં સુધી મને પૈસા નહીં મળે” આ બંને સેલેબ્સના આ ટવિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.