મહારાષ્ટ્ર સરકારે ટવિટ સામે ઇન્ટેલિજેન્સ વિભાગની તપાસ કરાવવાનો નિર્ણય લીઘો છે, વિભાગ એ વાતની તપાસ કરાવશે કે, શું આ સેલિબ્રિટિઝને કોઇના દબાણમાં આવીને ટવિટ કર્યું છે. આ ટવિટ મુદ્દે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્ચું હતું કે મોટાભાગની ટવિટની એક જ પેર્ટન્ટ છે. આ કારણે જ મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ પણ સેલેબ્સના ટવિટ પર સવાલ ઉઠાવ્યાં છે.
મનસેના પ્રમુખ રાજ ઠાકરેઆ આ મુદ્દે સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ભારત રત્ન સન્માનિત લતા મંગેશકર અને સચિનને સરકારના વલણ તરફી ટવિટ કરવા માટે દબાણ ન હતું કરવુ જોઇએ. તેમની પ્રતિષ્ઠાના દાવ પર ન લગાવી જોઇએ. હવે તેમન સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમણે તેમના અભિયાન માટે અક્ષય કુમાર સુધીના ઉપયોગને સીમિત રાખવું જોઇએ.
શું છે મામલો? સચિન લતા સહિત હસ્તીઓએ શું કર્યું હતું ટવિટ
ખેડૂત આંદોલનના સમર્થનમાં પોપ સ્ટાર રિહાનાએ ટવિટ કર્યું હતું ત્યારબાદ ગૃહમંત્રાલયથી નિવેદન જાહેર કરાયું હતું કે, ઉતાવળે પ્રતિક્રિયા આપતા પહેલા તથ્યોની તપાસ કરવી જોઇએ. ત્યારબાદ સરકારના વલણના સમર્થનમાં બોલિવૂડ સેલેબ્સે ટવિટ કર્યાં હતા. આ મુદ્દે ઉદ્ધવ સરકારે સવાલ ઉઠાવ્યા છે અને સરકાર પર સેલેબ્સનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉદ્ધવ સરકારે ટવિટ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.