નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં હાલમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ વચ્ચે દિલ્હી-એનસીઆરની મારોબ્યુઅરીઝ હજારો લીટર બિયર ગટરમાં ફેંકવવા મજબૂર બની છે. અત્યાર સુધીમાં એનસીઆરમાં લગભગ 1 લાખ લીટર બિયર ગટરમાં નાખવામાં આવ્યું છે. આ પાછળનું કારણ  બિયર પ્લાન્ટમાં  સ્ટોક પાછળ કરવામાં આવતો ખર્ચ જવાબદાર છે.


સ્ટ્રાઇકર એન્ડ સોઇ 7ના લલિત અહલાવતે પોતાના ગુરુગ્રામના સાઇબર-હબ આઉટલેટથી 5000 લીટર બિયર ગટરમાં વહાવ્યું હતું. આજ રીતે પ્રૈકસ્ટરના પ્રમોટરને 3 હજાર લીટર બિયર ફેંકવી પડી હતી. આ વચ્ચે એનસીઆરની લગભગ 50 કંપનીઓએ એક લાખ લીટરથી વધુ બિયર ગટરમાં  ફેંકી દીધું હતું. બોટલની બહાર બિયર ઓછા સમયમાં સ્વસ્થ રહે છે.

બ્રુઅરી કંન્સલ્ટન્ટ ઇશાન ગ્રોવરે કહ્યુ કે, બિયરને ફ્રેશ રાખવા માટે પ્લાન્ટને  એક નિશ્વિત તાપમાન પર રાખવું પડે છે અને દરરોજ તેની મોનિટરીંગ જરૂરી હોય છે અને સામાન્ય દિવસોમાં આ રીતે સ્ટોક જમા થતો નથી. લોકડાઉનના કારણે મોટાભાગના બિયર પ્લાન્ટ પોતાની પુરતી ક્ષમતાથી સ્ટોક કરી ચૂક્યા છે.

બિયર કંપનીઓ સરકાર પાસે હોમ ડિલિવરીની મંજૂરી માંગી રહી હતી પરંતુ સરકારે મંજૂરી આપી નહી. ગ્રોવરે કહ્યુ કે, તેમને આશા છે કે રાજ્ય સરકાર ફ્રેશ બિયરનો ગ્લાસ, જગ જેવી ચીજોમાં  પેકિંગ બાદ હોમ ડિવિલરીની મંજૂરી આપશે.