નવી દિલ્લી: ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યોમાં આવનારું રેતીનું તોફાન રાજસ્થાન, પંજાબ, હરિયાણાથી થઈ દિલ્હી-NCR પહોંચી ગયું છે. દિલ્લીમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂકાયો હતો. પાલમ, દ્વારકા, ગુરુગ્રામમાં ભારે પવન ફૂંકાયા હતા. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. રાહતની વાત એ છે કે આ તોફાન બાદ કોઈ નુકશાનની ખબર સામે નથી આવી. દિલ્લી અને હરિયાણા બાદ તોફાન ઉત્તરાખંડ અને હિમાચલ તરફ આગળ વધી રહ્યું છે. ઉત્તર ભારતમા આજે ભારે વરસદા અને તોફાનની આશંકા છે. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં એલર્ટ આપ્યું છે. તોફાનના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. ધૂળના આ તોફાનના એલર્ટને કારણે દિલ્હીમાં મંગળવારે તમામ ઇવનિંગ સ્કૂલ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.


દેશના તેર રાજ્યો અને બે કેંદ્ર શાસિત પ્રદેશોમાં આંધી તોફાન અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં દિલ્લી, રાજસ્થઆન, હરિયાણા, પંજાબ, જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ, પશ્ચિમી યૂપીના ભાગમાં 50થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવવાની ચેતાવણી છે.

તોફાનની આશંકાને કારણે ઉત્તર ભારતનાં ઘણાં રાજ્ય એલર્ટ પર છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં મંગળવારે સ્કૂલ બંધ રહેશે. ગાજિયાબાદ અને મેરઠ જિલ્લાની તમામ સ્કૂલ બંધ રહેશે. આ પહેલાં રાજસ્થાનના બીકાનેરની આસપાસના વિસ્તારમાં સોમવારે સાંજે રેતીનું તોફાન આવ્યું હતું. ઝૂનઝનૂ અને સીકર જિલ્લામાં પણ તોફાન આવ્યું હતું. તેનાથી રાજસ્થાનના ઘણા જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.