ગુવાહાટીઃ અસમના કોકરાઝારમાં બાલજાન માર્કેટમાં થયેલા ગ્રેનેડ હુમલામાં 14 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. માર્કેટમાં થયેલા આ હુમલામાં વિસ્ફોટ બાદ હુમલાખોરો ફાયરિંગ કરી રહ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જાણકારી મળતા સિક્યોરિટી ફોર્સે મોરચો સંભાળી લીધો છે.  બજારમાં છૂપાઇને ચાર હુમલાખોરો ફાયરિંગ કરી રહ્યા છે.

 

એક રિપોર્ટ પ્રમાણે, અસમના ડીજીપીએ થોડા દિવસો અગાઉ જ આ પ્રકારના હુમલાની આશંકા વ્યક્ત કરી હતી.