કશમીર: દક્ષિણ કશ્મીરના અનંતનાગમાં સરકારી સ્કૂલને ફરિવાર નિશાન બનાવવામાં આવી છે. એશમુકામના જવાહર નવોદય વિદ્યાલયમાં આતંકીઓએ આગ લગાવી હતી, જ્યારે કાબામાર્ગ સ્થિત ગર્વમેંટ હાયર સેકેંડરી સ્કૂલને પણ આગ લાગવાથી ભારે નુકશાન થયું છે. કશ્મીરમાં હિંસા ચાલી રહી છે ત્યારે આ 25 સ્કૂલ છે જેને નિશાન બનાવવામાં આવી છે. 25 સંસ્થાઓમાં મોટાભાગની સરકારી અને દક્ષિણ કશ્મીરમાં આવેલી છે. છેલ્લા 24 કલાકમાં કોઈપણ સ્કૂલમાં આગ લાગવાની આ ત્રીજી ધટના છે.


છેલ્લા સાત દિવસમાં સ્કૂલમાં આગ લાગવાની આ સાતમી ધટના છે, સાડા ત્રણ મહિનામાં કશ્મીર ધાટીના દરેક જિલ્લામાં ઓછામાં આછી એક સ્કૂલમાં આગ લગાડવામાં આવી છે. જમ્મૂ-કશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલાએ સ્કૂલમાં આગ લાગવાની ધટનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું આ બાળકોના ભવિષ્યને પૂર્ણ કરી દેવાની સાજિસ છે. છેલ્લા 112 દિવસથી હિંસાના કારણે ધાટીમાં સ્કૂલ બંધ છે. આ હિંસામાં આજ સુધી 92 લોકોના મોત થયા છે. ધણા સમયથી સ્કૂલ બંઘ હોવાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન થઈ રહ્યા છે. ખાસ કરીને ધોરણ10 અને 12 અભ્યાસ કરતા બાળકો કારણ કે તેમની પરીક્ષા ઓક્ટોબર-નવેમ્બરમાં લેવામાં આવશે.

સ્કૂલોને આગ લગાડવાની ધટનાને લઈને જેકેએલએફ ચીફ યાસીન મલિકે મહબૂબા સરકારને દોષી ગણાવી છે. યાસીને કહ્યું ઘાટીમાં વિરોધ ચાલું છે જેના કારણે ધણા દિવસોથી સ્કૂલ બંઘ છે. વિદ્યાર્થીઓને નુકશાન થઈ રહ્યું છે. જ્યારે રાજ્ય સરકારનું કહેવું છે કે સ્કબલ ચાલુ થાય કે નહિ પરંતુ નવેમ્બરના એંન્ડમા પરીક્ષાઓ લેવામાં આવશે.