ગુવાહાટીઃ આસામ અને બિહારમાં પુરથી સ્થિતિ બેહાલ બની ગઇ છે. લાખો લોકો અસરગ્રસ્ત થયા છે, રિપોર્ટ પ્રમાણે સેંકડો ગામોમાં પુરની પાણી ફરી વળ્યુ છે, અને લાખો લોકો બેઘર બન્યા છે. બન્ને રાજ્યોની અનેક નદીઓ ઓવરફ્લૉ થઇ ગઇ છે, અને નદીઓનુ પાણી ગામ અને શહેરોમાં ઘૂસી ગયુ છે. રિપોર્ટ પ્રમાણે, ભારે પુરની સ્થિતિના કારણે બિહારના આઠ જિલ્લાના 30 ગામડા અને આસામના 33માંથી 28 જિલ્લા બ્રહ્મપુત્રા નદીથી પ્રભાવિત થયા છે.


આસામમાં ભારે પુરના કારણે માણસોની સાથે સાથે જાનવરો પણ જીવ ગુમાવી રહ્યાં છે, અત્યાર સુધી 66 જાનવર મૃત્યુ પામ્યા છે. કેટલાક કાંગીરંગા નેશનલ પાર્કમાં બહાર નીકળી ગયા છે અને રસ્તાંઓ પર દેખાઇ રહ્યાં છે. કાંગીરંગા પાર્કનો 80 ટકા ભાગ ડુબી ગયો છે.

આસામની વાત કરીએ તો 33 જિલ્લામાંથી 28 જિલ્લાના 54 લાખ લોકો જળપ્રલયથી અસરગ્રસ્ત થયા છે. પુર અને ભૂસ્ખલનથી મરનારાઓની સંખ્યા વધીને અહીં 102 થઇ ગઇ છે.

બિહારની વાત કરીએ તો બાગમીત, ગંડક સહિતની મોટી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.