નવી દિલ્હીઃ  દેશમાં 1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. નવા નિયમ પ્રમાણે ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વ્યક્તિએ તોતિંગ દંડ ભરવો પડે છે. નવા મોટર વ્હીકલ એક્ટરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, સીટ બેલ્ટ, હેલ્મેટ, પીયુસી વગર ગાડી ચલાવવી સહિતના અનેક ગુના માટે દંડની રકમ અનેક ગણી વધારી દેવામાં આવી છે. જેના ઘણા કિસ્સા મીડિયામાં આવી ચુક્યા છે. નવા ટ્રાફિકનિયમને લઈ કેટલાક મીમ્સ પણ માર્કેટમાં ફરતા થઈ ગયા છે.


કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે કહ્યું, સરકાર દંડની મર્યાદા વધારવાની ઇચ્છા રાખતી નથી. મુદ્દો એ છે કે એવો સમય આવે કે કોઈને દંડ ન થાય અને દરેક જણ નિયમોનું પાલન કરે.

નવા નિયમો અનુસાર હવે ટ્રાફિકના ઉલ્લંઘન કરવા પર 10 ગણો વધુ દંડ ભરવાની જોગવાઈઓ છે. જેનો દેશના ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે.


બાંગ્લાદેશ સામે રાશિદ ખાને રચ્યો ઈતિહાસ, તોડ્યો 15 જૂનો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગત

સુપ્રીમ કોર્ટ ચિદમ્બરમને આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી; હવે ED કરી શકે છે પૂછપરછ

સુરતઃ પુત્ર જન્મની ખુશીમાં કિન્નરોએ માંગ્યુ દાપું, ન આપતાં પિતાનું માથું દિવાલ સાથે અથડાવીને થઈ ગયા અર્ધનગ્ન