મંત્રીએ ખૂદ આ અંગે જાણકારી આપતા ટ્વિટ કરી કે, “ગઈકાલે રાત્રે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સાવચેતી રાખે. ”
આ પહેલા (16 સપ્ટેમ્બર) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. નીતિન ગડકરીએ ટ્વિટ કરીન આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગઈકાલે હું કમજોર મહેસૂસ કરતો હતો અને પોતાના ડોક્ટર પાસે ટ્રિટમેન્ટ કરાવી. જોકે તે સમયે Covid 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું જાતે જ આઈસોલેટ થયો છું.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારમાં સામેલ અનેક મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત, શ્રીપદ નાઈક અને સુરેશ અંગડી સામેલ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 97,894 નવા કેસ અને 1,132 લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 51,18,254 પર પહોંચી છે. જેમાંથી 10,09,976 એક્ટિવ કેસ છે અને 40,25,080 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 83,198 પર પહોંચ્યો છે.