તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કોવિડ 19ને કારણે પોતાના માતાપિતા બંને ગુમાવનારા બાળકોને 5 લાખ રુપિયા સહાયતા આપવાની જાહેરાત કરી છે. સ્ટાલિને શપથ લીધા બાદ પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ સૌથી પહેલા કોરોના રાહતના રૂપમાં દરેક પરિવારને 4,000 રૂપિયા આપવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.


ત્યારબાદ સ્ટાલિને 12મેના કોવિડ દર્દીઓની સારવાર દરમિયાન જીવ ગુમાવનારા ડૉક્ટરોના પરિવાર માટે સહાયતાની જાહેરાત કરી છે. તેમણે ડૉક્ટરોના પરિવારને 25 લાખ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી હતી. સ્ટાલિને આરોગ્યકર્મીઓેને પણ પ્રોત્સાહનની જાહેરાત કરી જે કોરોનામાં દર્દીઓની સારવારમાં સામેલ હતા.


ત્રણ મહીના સુધી પ્રોત્સાહન યોજના અનુસાર એપ્રિલ, મે અને જૂન જ્યારથી બીજી લહેર ફેલાઈ છે, તો ડૉક્ટર્સને 30,000 રૂપિયા, નર્સ અને ટ્રેની ડૉક્ટર્સને 20,000 રૂપિયા ચૂકવવામાં આવશે. આ સિવાય સેનિટનરી કર્મચારી, કામ કરતા લોકોને પણ સહાય આપવામાં આવશે. એમ્બ્યૂલન્સ કર્મચારીઓને 15000 રૂપિયા આપવામાં આવશે. 


આ સિવાય સ્ટાલિને હાલમાં જ રાજ્યમાં કોરોના મહામારીથી જીવ ગુમાવનારા પત્રકારોની મદદ માટે સહાયતાની રકમ 5 લાખ રુપિયાથી વધારીને 10 લાખ રુપિયા કરી છે. મુખ્યમંત્રીએ મહામારી પર રિપોર્ટિંગ કરતા પત્રકારોને આપવામાં આવતી પ્રોત્સાહન રકમને 3,000થી વધારીને 5,000 રૂપિયા કરી છે.


ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત


 


સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોનાથી બે કરોડ 51 લાખ 78 હજાર 11 લોકો ઠીક થયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 90.80 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હવે 9.84 ટકા થઈ ગયો છે જે સતત વિતેલા પાંચ દિવસમાં દસ ટકાથી ઓછો છે. દેશમાં ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત થયા છે.


દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. જોકે હવે ધીમે ધીમે નવા કેસની સંખ્યા ઘટી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,73790 લાખ કેસ સામે આવ્યા છે જે 45 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં વિતેલા 24 કલાકમાં બે લાખ 84 હજાર 601 દર્દી ઠીક થયા છે.