અલકાએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે પાર્ટી છોડવા માટે કહ્યું છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ અલકા લાંબા અને આપ નેતા સૌરભ ભારદ્વાજ સામ-સામે આવી ગયા હતા. અલ્કા લાંબાએ કૉંગ્રેસમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું, મે વિચાર્યુ કે લોકો સાથે વાતચીત કરવી જોઈએ અને નિર્ણય કરવો જોઈએ. નિર્ણય લેવામાં આવ્યો કે મારે આમ આદમી પાર્ટી સાથે તમામ પ્રકારના સંબંધો તોડી નાખવા જોઈએ અને પોતાની પ્રાથમિક સદસ્ય તરીકે પણ રાજીનામુ આપી દેવું જોઈએ. હું આમઆદમી પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પદ પરથી જલ્દી રાજીનામુ આપી દઈશ. હું ધારાસભ્ય બની રહીશ.
અલકા લાંબાએ આશરે 20 વર્ષ સુધી કૉંગ્રેસમાં રહ્યા બાદ 26 ડિસેમ્બર 2014ના આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારબાદ તે 2015 વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની ચાંદની ચોકથી ધારાસભ્ય બન્યા હતા.