નવી દિલ્હીઃ કોરોના સામે સૌથી મજબૂત હથિયાર વેક્સિનેશનમાં વેગ લાવવા સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન અમેરિકન કંપની મોડર્નાએ તૈયાર કરેલી રસી ચાલુ સપ્તાહે ભારત આવી શકે છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે.
ડીસીજીઆઈએ સિપ્લાની ઈમરજન્સી યૂઝ માટે મોડર્નાની કોવિડ-19 વેક્સિનને મંજૂરી આપી છે. સૂત્રના કહેવા મુડબ, ડીસીજીઆઈએ ડ્રગ્સ એન્ડ કોસ્ટેમેટિક્સ એક્ટ, 1940 અંતર્ગત નવી ઔષધી તથા ક્લિનિક્લ પરીક્ષણ નિયમ, 2019ની જોગવાઈ મુજબ સિપ્લાને દેશમાં મર્યાદીત ઇમરજન્સી ઉપયોગ માટે મોડર્નાની કોવિડ-19 રસીને આયાત કરવાની મંજૂરી આપી છે.
ડેલ્ટા વેરિયંટ સામે કેટલી અસરદાર છે આ રસી
વિશ્વમાં હાલ કોરોનાનો ડેલ્ટા વેરિયંટ ફેલાઈ રહ્યો છે ત્યારે મોડર્નાની રસી આ વેરિયંટ સામે કેટલી અસરદાર છે તે જાણવું પણ જરૂરી છે. મોડર્ના વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન અમેરિકામાં ત્રીજા તબક્કામાં 94 ટકા અસરદાર જણાઈ હતી. પરંતુ તેને ખૂબ ઓછા તાપમાનમાં રાખવાની જરૂર પડશે.
ભારતમાં શું છે કોરોનીની સ્થિતિ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત આઠમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,796 નવા કેસ આવ્યા હતા અને 42,352 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 723 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 4 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 28 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ 87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ 97 લાખ 77 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.