નવી દિલ્હીઃ મોદી કેબિનેટે એક બંધારણીય સુધારણા બિલને બુધવારે મંજૂરી આપી દીધી છે. જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનો અન્ય પછાત વર્ગ (ઓબીસી) સૂચી તૈયાર કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોના મતે આ બિલને પાસ કરવા માટે હવે સંસદમાં રજૂ કરવામાં આવશે.


સુપ્રીમ કોર્ટે પાંચ મેના બહુમત આધારિત નિર્ણયની સમીક્ષા કરવા કેન્દ્રની અરજીને ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, 102મા બંધારણીય સંશોધન નોકરીઓ તેમજ એડમિશનમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (એસઇબીસી)ને અનામત આપવા માટેના  રાજ્યના અધિકારને છીનવી લે છે.


વર્ષ 2018ના 102મા બંધારણીય સંશોધન અધિનિયમમાં અનુચ્છેદ 338 બી જોડવામાં આવ્યું હતું જે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના ઢાંચા, કર્તવ્યો અને શક્તિઓ સાથે સંબંધિત છે. જ્યારે 32 એ કોઇ વિશિષ્ઠ જાતિને એસઇબીસી અધિસૂચિત કરવા અને સૂચીમાં ફેરફાર કરવાના સંસદના અધિકારો સંબંધિત છે.


નોંધનીય છે કે વિપક્ષી દળોએ આ મુદ્દાને લઇને કેન્દ્ર પર સંઘીય ઢાંચા પર પ્રહાર કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી વીરેન્દ્ર કુમારે છેલ્લા મહિને રાજ્યસભામાં કહ્યું હતું કે સરકાર આ મુદ્દાને લઇને કાયદાકીય નિષ્ણાંતો અને વિધિ મંત્રાલય સાથે વિચાર વિમર્શ કરી રહી છે અને ઓબીસી સૂચીને નિર્ધારણ કરવાના રાજ્યોના અધિકારોની સુરક્ષાનો રસ્તો શોધી રહી છે.


સૂત્રોએ બુધવારે કહ્યું કે, કેન્દ્રિય કેબિનેટે એક બિલને મંજૂરી આપી દીધી છે. જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગ (ઓબીસી) સૂચી તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.


 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા


 ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15  કેસ નોંધાયા છે.દરમિયાન 24 કલાકમાં 28 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.