નવી દિલ્હી: કેંદ્ર સરકારે બિહાર અને કર્ણાટકને પૂરથી થયેલા નુકસાનની ભરપાઈ માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે. નરેંદ્ર મોદી સરકારે રાહત કાર્ય માટે બંને રાજ્યોને 1813.75 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતાની શુક્રવારે મંજૂરી આપી છે. કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પૂર ગ્રસ્ત રાજ્યોમાં બચાવ કાર્યનું નિરિક્ષણ કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, ગૃહ મંત્રાલયે બિહાર માટે 400 કરોડ રૂપિયા અને કર્ણાટક માટે 1200 કરોડ રૂપિયાને મંજૂરી આપી છે.


આ સાથે જ કેંદ્ર સરકારે બિહારના એસડીઆરએફ માટે પોતાના હિસ્સાની બીજી રકમ અલગથી જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે રાજ્યને 213.75 કરોડ રૂપિયા મળશે.

કેંદ્ર દ્વારા સહાયતા રાશિની જાહેરાત બાદ કર્ણાટકના મુખ્યમંત્રીએ કેંદ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકને 1200 કરોડ રૂપિયા આપવાના નિર્ણય બાદ પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે બિહાર અને કર્ણાટક સહિત દેશના ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ છે. સતત પડી રેહલા ભારે વરસાદના કારણે ઘણા લોકોના જીવ ગયા છે. ભારે જાનમાલનું નુકસાન થયું છે. બિહારમાં 70થી વધુ લોકોના માત્ર આકાશી આફતના કારણે થયા છે. રાજધાની પટનામાં ફરી વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.