ભારતમાં તહેવારોની સીઝન શરૂ થનારી છે ત્યારે સરકાર કઈ બાબતોમાં છૂટ આપશે તે મહત્વનું છે અને સૌની નજર તેના પર મંડાયેલી છે. સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકારે અત્યાર સુધીમાં મોલ, સલૂન, રેસ્ટોરન્ટ, જિમ વગેરે નિયંત્રણો સાથે ખોલવાની મંજૂરી આપી છે પણ સિનેમા, સ્વિમિંગ પુલ અને એન્ટરટેનમેન્ટ પાર્ક ખોલવાની મંજૂરી નથી આપી. આ વખતે લોકડાઉનમાં મલ્ટિપ્લેક્સ અને થીયેટરોને આકરી શરતો સાથે ખોલવાની મંજૂરી મળે એવી શક્યતા છે.
મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ અનુરોધ કર્યો છે કે, પટાસ ટકા બેઠકો પર પ્રેક્ષકોને બેસાડવાની મંજબરી સાથે મલ્ટિપ્લેક્સ અને થીયેટરોને ખોલવાની મંજૂરી મળે. પશ્ચિમ બંગાળમાં તેને પહેલાં 1 ઓક્ટોબરથી સીમિત સંખ્યામાં ખોલવાની પરમિશન અપાઈ છે. 1 ઓક્ટોબરથી તમામ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની મંજૂરી મળે તેવી શક્યતા છે.