નવી દિલ્હીઃ રક્ષા મંત્રાલય અંતર્ગત આવનારા હથિયાર-શસ્ત્ર સરંજામ કારખાનોના નિગમીકરણને લઇને મોદી સરકારનો ફેંસલો ધીમે ધીમે વિવાદોમાં ઘેરાઇ રહ્યો છે. આને લઇને રક્ષા ઉત્પાદન સાથે જોડાયેલા મજૂરો અને કર્મચારી સંઘોએ જ્યાં હડતાળની જાહેરાત કરી દીધી છે તો વળી સરકારે આને રોકવા માટે અધ્યાદેશ દ્વારા એક કાયદો જ બનાવી દીધો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ અધ્યાદેશ લાગુ થઇ ગયો છે. આમ તો મોદી સરકારના આ ફેંસલા પર નવી રાજનીતિક વિવાદ પણ ઉભો થઇ શકે છે. 


મોદી સરકારે Essential Defence Services Ordinance નામથી એક અધ્યાદેશ લાગુ કર્યો છે. આ અધ્યાદેશમાં રક્ષા ઉત્પાદન (હથિયાર-શસ્ત્ર સરંજામ) સાથે જોડાયેલી સંસ્થાઓને આવશ્યક રક્ષા સેવા ( Essential Defence Services )ની કેટેગરીમાં લાવવામાં આવ્યા છે. અધ્યાદેશમાં આવશ્યક રક્ષા સેવાના અંતર્ગત આવનારી સંસ્થાઓને પરિભાષિત કરવામા આવી છે. અધ્યાદેશ અનુસાર જો આવી સંસ્થાઓમાં હડતાળ કરવાની કોશિશ કરવામાં આવે છે તો તેને ગેરકાયદેસર માનવામાં આવશે. 


અધ્યાદેશની જોગવાઇઓમાં આને ગેરકાયદેસર કામમાં સામેલ થનારા વ્યક્તિઓ માટે જેલ જવાની સજાની જોગવાઇ કરવામાં આવી છે. આવુ કરનારા વ્યક્તિ માટે અધ્યાદેશમાં એક વર્ષની સજા અને દસ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. એટલુ જ નહીં જો કોઇ વ્યક્તિ કોઇ બીજા વ્યક્તિને હડતાળ કરવા માટે ઉકસાવે છે તો તેને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની જોગવાઇ છે. 


ગયા મહિનાની 16 તારીખે થયેલી કેબિનેટની બેઠકમાં મોદી સરકારે આ તમામ કારખાનોને 7 નિગમોમાં વહેંચવાનો ફેંસલો કર્યો છે. સરકારનો દાવો છે કે આ ફેંસલાથી આ કારખાનાઓને આધુનિક બનાવવામા મદદ મળશે, જેથી વિશ્વ સ્તરના આધુનિક હથિયાર તૈયાર થઇ શકે. વળી, ત્યાં રક્ષા ક્ષેત્રમાં કામ કરી રહેલા મજૂર સંગઠનોનો દાવો છે કે મોદી સરકાર આ પગલાના બહાને આ કારખાનોને ખાનગીકરણ કરી રહી છે. આ સંગઠનોએ 26 જુલાઇથી તમામ કારખાનાઓમાં હડતાળ કરવાની જાહેરાત કરી છે. આ કારખાનાઓમાં લગભગ 80000 મજૂરો અને કર્મચારીઓ કામ કરે છે.