નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે સરકારે એક ખાસ સેવા શરૂ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કૉવિડ-19 સાથે જોડાયેલા તમામ પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે ટ્વીટર સેવા શરૂ કરી છે. સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલયે Twitter Seva ને લૉન્ચ કરી છે.


સરકારની આ સેવા પારદર્શી ઇ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે લૉન્ચ કરવામાં આવી છે, જેની મદદથી લોકો સુધી રિયલ ટાઇમમાં મદદ પહોંચાડી શકાય. આ સર્વિસની મદદથી સરકાર કોરોના સાથે સંકળાયેલા પ્રશ્નોનુ તાત્કાલિક નિવારણ લાવશે અને જવાબો પણ આપશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને ટ્વીટર પર એક પૉસ્ટ દ્વારા સેવા શરૂ કરી હોવાની માહિતી આપી હતી. તેમને જણાવ્યુ કે, હવે ભારતીય નાગરિક @CovidIndiaSeva પર ટ્વીટ કરીને તમે પોતાના સવાલોના જવાબ મેળવી શકશો.

ખાસ વાત છે કે, ટ્વીટર પર આ સેવાનો ઉપયોગ કરવા માટે તમારે તમારી કૉન્ટેક્ટ ડિટેલ, ઓળખ તથા અન્ય કોઇ ડૉક્યૂમેન્ટ કે પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ આપવાની કોઇ જરૂર નહીં પડે.