નવી દિલ્હીઃ દેશભરમાં ઝડપથી પ્રસરતી રહેલા કોરોનાના કહેરને રોકવા માટે મોદી સરકારે હવે ફૂલ એક્શનમાં આવી ગઇ છે. દેશભરમાં અત્યાર સુધી 1139 લોકો સંક્રમિત છે અને 30 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવી દીધો છે. આ સ્થિતિને નિપટવા માટે મોદી સરકારે 11 કમિટીનુ ગઠન કર્યુ છે. આ કમિટીને જુદીજુદી જવાબદારીઓ સોંપવામા આવી છે.

રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે કમિટીઓનુ ગઠન કર્યુ હતુ. આ કમિટીઓમાં મોદી સરકારના સીનિયર ઓફિસરોને સામેલ કરવામાં આવ્યા છે.



આમાં એક કમિટી મેડિકલ ઇમર્જન્સી મેનેજમેન્ટ પ્લાન માટે બનાવવામાં આવી છે. આની આગેવાની નીતિ આયોગના સભ્ય ડી.વી પાલ કરી રહ્યાં છે.



બીજી કમિટી હૉસ્પીટલ, આઇસૉલેશન અને ક્વૉરન્ટાઇલની છે. આ ઉપરાંત ટેસ્ટિંગ, ક્રિટિકલ કેર યૂનિટ, મેડિકલ ઇક્વિપમેન્ટ, લોકો સુધી ખાવાનુ અને દવા પહોંચાડવાની સુવિધા, પ્રાઇવેટ સેક્ટર તથા કૉ-ઓર્ડિનેશન અને લૉકડાઉનને લઇને અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે.