હૈદરાબાદઃ ભારતમાં Coronavirusનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 1100થી વધારે લોકોને ચેપ લાગ્યો છે અને 27 લોકોના મોત થયા છે. જ્યારે 90 લોકો સાજા થઈ ગયા છે. આ દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખ રાવે દાવો કર્યો કે રાજ્ય 7 એપ્રિલ સુધીમાં કોરોના વાયરસથી મુક્ત થઈ શકે છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, કેસીઆરે કહ્યું ,જો કોઈ નવો મામલો સામે નહીં આવે તો 7 એપ્રિલ બાદ તેલંગાણામાં કોરોના વાયરસના કોઈ દર્દી નહીં હોય. વર્તમાન લોકડાઉન દરમિયાન સેલ્ફ કંટ્રોલ ઘણું મહત્વનું છે. તેલંગાણમાં કોરોના વાયરસના 70 પોઝિટિવ મામલા સામે આવ્યા છે. જેમાંથી 11 લોકો ઠીક થઈ ચુક્યા છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, જે લોકો ખોટી અફવા ફેલાવી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકાર તેમના પર દેખરેખ રાખી રહી છે. તેમણે અન્ય રાજ્યોના પ્રવાસીઓને 12 કિલો ચોખા અને 500 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

થોડા દિવસો પહેલા કેસીઆરે કહ્યું હતું કે, અમેરિકામાં લોકડાઉન લાગુ કરવા માટે સેના બોલાવવી પડી હતી. જો લોકડાઉનનું પાલન નહીં કરો તો ચોવીસ કલાકની સંચારબંધી લગાવીને દેખો ત્યાં ઠારનો આદેશ આપવો પડી શકે છે. હું લોકોને આવી સ્થિતિ ઉભી ન સર્જાયે તેની વિનંતી કરું છું.