નવી દિલ્હીઃ ચીનની કંપનીના ભારતમાં ડેટા જાસૂસી મામલા પર સરકાર તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે નેશનલ સાયબર સિક્યૂરિટી કોઓર્ડિનેશનની નજરમાં સરકારએ એક એક્સપર્ટ કમિટી બનાવી છે. આ કમિટી 30 દિવસની અંદર પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે. વિદેશ મંત્રાલયે ભારતમાં ચીનના રાજતૂની સામે ચીની કંપની શેન્હુઆ ઇન્ફોટેકનો જાસૂસી કરવાનો મામલો ઉઠાવ્યો હતો. શેન્હુઆ ઇન્ફોટેક ભારતના મોટા મોટા લોકોની જાસૂસી કરી રહી છે.

અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, કેહવામાં આવ્યુ છે કે ચીની સરકાર 10000થી વધુ ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહી છે,ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલી ટેકનોલૉજી કંપની શેન્હુઆ ઇન્ફોટેક ડેટા ઇન્ફોર્મેશન ટેકનોલૉજી આ કામમાં સામેલ છે.



કયા-કયા મોટા લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન?
વડાપ્રધાન કાર્યલાયના અધિકારી
રાજ્યના મુખ્ય સચિવ
ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)
મુખ્ય સતર્કતા આયોગ
વિદેશ વિભાગના અધિકારી
નાણાં મંત્રાલયના અધિકારી
અર્ચના વર્મા, અતિરિક્ત સચિવ, કેન્દ્રીય સતર્કતા આયોગ,
ટી શ્રીકાંત, જી કિશન રેડ્ડીના પર્સનલ સચિવ, ગૃહ મંત્રાલય, અનિલ મલિક, અતિરિક્ત સચિવ (વિદેશ), એમએચએ
ડી રાજકુમાર, સીઇઓ, ભારત પેટ્રૉલિયમ
વિવેક ભારદ્વાજ, અતિરિક્ત સચિવ (આધુનિકીકરણ), એમએચએ
નિધિ છિબ્બર, સંયુક્ત સચિવ અને અધિગ્રહણ પ્રબંધક (સમુદ્રી સિસ્ટમ)

ચીન ભારતની પેમેન્ટ એપ, સપ્લાય ચેન, ડિલિવીરી એપ્સ અને આ એપ્સના સીઇઓ-સીએફઓ સહિત લગભગ 1400 લોકો અને સંસ્થાઓની જાસૂસી કરી રહ્યું છે. એટલુ જ નહીં ચીન દેશના સ્ટાર્ટઅપ્સ અને ઇ-કૉમર્સ પ્લેટફોર્મ અને ભારતમાં સ્થિત વિદેશી રોકાણકાર અને તેમના સંસ્થાપક અને મુખ્ય ટેકનોલૉજી અધિકારીઓ પર નજર રાખી રહ્યું છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ