હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને એસપીજી સુરક્ષા આપવામાં આવી છે. પ્રધાનમંત્રી સિવાય પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના પરિવારને આ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને આપવામાં આવેલી એસપીજી સુરક્ષા થોડા સમય પહેલા પરત લઈ લેવામાં આવી હતી.
1984માં ઈંદિરા ગાંધીની હત્યા બાદ 1988માં એસપીજીની રચના કરવામાં આવી હતી. એસપીજીનું વાર્ષિક બજેટ 300 કરોડ રૂપિયાથી વધારે છે. જેને દેશની સૌથી મોંઘી અને ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા ગણવામાં આવે છે. આમાં તૈનાત કમાન્ડો પાસે અત્યાધુનિક હથિયાર અને સંચાર ઉપકરણો હોય છે.
કોંગ્રેસ સરકારના આદેશને ગાંધી પરિવાર પર નજર રાખવાના ઇરાદા સાથે જોડી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા બૃજેશ કલપ્પાએ કહ્યું કે, આ ગાંધી પરિવાર પર સીધી દેખરેખ રાખવાનો મામલો છે.
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ભલે હરાવ્યું પણ છે એક નબળાઈ, જે પડી શકે છે ભારે, જાણો વિગતે