પીઆઈબી તરફતી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી શિક્ષણ નીતિ અનુસાર હવે માત્ર 12માં ધોરણમાં જ બોર્ડની પરીક્ષા લેવાશે અને 10માં ધોરણમાં બોર્ડ પરીક્ષાની કોઈ જોગવાઈ નહીં હોય. #PIBFactCheck: આ દાવો નકલી છે. શિક્ષણ મંત્રાલયે આવો કોઈ આદેશ બહાર પાડ્યો નથી.
તેની સાથે જ પીઆઈબીએ નવી શિક્ષણ નીતિને લઈને એક લિંક પણ શેર કરી છે. કેન્દ્ર સરકારે પીઆબીના માધ્યમથી કહ્યું કે, જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો તમે તેની પીઆઈબીની પાસે ફેક્ટ ચેક માટે https://factcheck.pib.gov.in/ અથવા વોટ્સઅપ નંબર +918799711259 અથવા ઇમેલઃ pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ જાણકારી પીઆઈબીની વેબસાઈ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.