નવી દિલ્લી: આમ આદમી પાર્ટીએ કેંદ્રની મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે મોદી સરકાર આપ સાંસદ ભગવંત માનની જાસૂસી કરાવી રહી છે. આપ નેતા આશુતોષે પ્રેસ કૉન્ફરન્સ કરી કહ્યું કે, 18 જુલાઈએ બે ઓફિસરો બેંગ્લુરુ ગયા અને પોતાની ઓળખાણમાં અમે ગૃહમંત્રાલયથી આવ્યા હોવાની વાત કરી હતી. તેમને ભગવંત વિશે જાણકારી મેળવી હતી અને પૂછ્યું કે તે ક્યારે અહીં આવ્યા હતા. તેમને અહીં શું સારવાર કરાવી હતી, કેટલા દિવસનું ભાડું જેવા અનેક સવાલો પૂછ્યો હતા. તેના પછી 19 જુલાઈએ ફરીથી તે બન્ને ઓફિસરો ત્યાં ગયા હતા અને સવાલો કર્યા હતા. આટલું જ નહીં, તેમને ત્યાં ઈનવૉઈસની કૉપીનો ફોટો પણ પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જૂન મહીનામાં આપ સાંસદ બેંગલુરુના જિંદલ નેચુરોપેથી સેંટર ગયા હતા. ત્યારે આમ આદમી સવાલ કરી રહી છે કે ‘ભગંવત માન કોઈ આતંકવાદી છે કે ગુનેગાર છે, તેમના વિશે જાણકારી એવી રીતે મેળવવામાં આવી રહી છે? તે ક્યાં પણ જાય તેનાથી મોદી સરકારને શું લેવા દેવા?
આપ નેતા આશુતોષે કહ્યું કે દેશમાં આટલી સારી સમસ્યાઓ ચાલી રહી છે પરંતુ કેંદ્ર સરકાર માત્ર આપના ધારાસભ્યો પર કાર્યવાહી અને સાંસદની જાસૂસી કરાવવામાં વ્યસ્ત છે. આપ આશુતોષથી જ્યારે પૂછવામાં આવ્યું કે તેમની પાસે આરોપના સમર્થનમાં કોઈ પુરાવા છે, તો તેમને કહ્યું- હું પડકારી રહ્યો છું કે કેંદ્ર સરકાર આ આરોપોને નકારીને બતાવે તો અમે પુરાવાઓ પણ સામે લઈ આવીશું.’