મોદીએ ગુજરાતના આ IAS અધિકારીને સોંપી મોટી જવાબદારી, નિવૃત્તિના 3 દિવસ પહેલાં જ કરાઈ મોટા હોદ્દા પર નિમણૂક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Sep 2020 09:30 AM (IST)
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના IAS , IPS અધિકારીઓનો કેન્દ્રમાં મહત્વના હોદ્દા મળ્યા છે.
NEXT PREV
નવી દિલ્લીઃ ગુજરાત કેડરના વધુ એક IAS અધિકારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની જવાબદારી સોંપી છે. ગુજરાત કેડરના વધુ એક IAS અધિકારીને પી.ડી. વાઘેલાની ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ચેરપર્સન પદે નિમણૂક કરવામાં આવી છે. વાઘેલા આ મહિને જ નિવૃત થવાના હતા પણ મોદી સરકારે તેમનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારી નવી જવાબદારી સોંપી દીધી છે. વાધેલા 1986 બેંચના IAS અધિકારી છે. હાલમાં કેન્દ્રના ફાર્માસ્યુટિકલ સેક્રેટરી વાઘેલા 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત થવાના હતા પણ નિવૃત્તિ પછી તરત તેમને ટ્રાઈમાં નિમણૂક અપાઈ છે. પી.ડી.વાઘેલાની ગયા વર્ષે ફાર્માસ્યૂટિક સેક્રેટરી તરીકેની નિમણૂંક કરવામાં આવી હતી. અગાઉ તેઓએ ગુજરામાં પાંચ વર્ષ સુધી સેલટેક્સ કમિશનર તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત યુપીએની સરકાર વખતે કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના IAS , IPS અધિકારીઓનો કેન્દ્રમાં મહત્વના હોદ્દા મળ્યા છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પૂર્વ લેફ્ટન્ટ ગવર્નર ગુજરાત કેડરના સિનિયર IAS ઓફિસર જીસી મુર્મુને કેગના વડા બનાવ્યા હતા. ગયા મહિનામાં જ વર્લ્ડ બેન્કના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકેની મુદ્દત પૂર્ણ કરીને આવેલા ગુજરાત કેડરના સિનિયર મહિલા IAS એસ અર્પણાને ફાર્માસ્યુટિકલ સેક્રેટરી તરીકે નિમણૂંક અપાઈ હતી.