મધ્યપ્રદેશના જબલપુરમાં આરએસએસના મોહન ભાગવતે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ હિન્દુ પરિષદ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ નથી. આરએસએસ વડાએ કહ્યું કે એ વાત સાચી છે કે મોદી સ્વયંસેવક છે અને જેઓ VHP ચલાવે છે તે પણ સ્વયંસેવક છે. તેમણે કહ્યું કે બંને પોતપોતાનું કામ સ્વતંત્ર રીતે કરે છે.
આરએસએસ ચીફ મોહન ભાગવતે માન્યુ હતું કે વડાપ્રધાન મોદીને સ્વયંસેવક કહેવું યોગ્ય છે. તેમણે કહ્યું કે VHP પણ RSS સાથે જોડાયેલું નથી અને ન તો સંઘ પ્રત્યક્ષ કે સીધા રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રણ કરે છે. આરએસએસ વડા શુક્રવારે જબલપુરમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા.
'VHP અને PM મોદી સંઘનું માર્ગદર્શન લેવા માટે સ્વતંત્ર છે'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને સંઘનું માર્ગદર્શન લેવા માટે સ્વતંત્ર છે અને લે પણ છે. આરએસએસના વડાએ ફરી કહ્યુ હતું કે હિંદુ ધર્મ એ ધર્મ નથી પરંતુ જીવનશૈલી અને પરંપરા છે. ભારતમાં વસતા વિવિધ સંપ્રદાયો, જાતિઓ અને પ્રદેશો દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે. જે કોઈ સમાન પરંપરાઓમાં માને છે તે આ વ્યાખ્યા હેઠળ આવે છે. તેમણે આદર્શ સમાજના નિર્માણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંઘનો ભાગ બનવા અપીલ કરી હતી.
RSSના વિરોધીએ પણ સમાજના નિર્માણમાં સહયોગ આપવો જોઈએ - ભાગવત
મોહન ભાગવતે કહ્યું કે જો કોઈ સંઘની વિરુદ્ધ હોય તો પણ તેમણે પોતાની રીતે સમાજના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. દરેક વ્યક્તિએ ભારત માતાનું ઋણ ચૂકવવું જોઈએ. આ સાથે દરેક સંપ્રદાય અને જાતિના લોકોને સ્નેહપૂર્વક મળવું જોઈએ. આંતરિક સૂત્રોનું કહેવું છે કે સંઘ પ્રમુખની ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે સંઘ દેશના દરેક ઘર સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વર્ષ 2025 સુધીમાં સંઘે જનાધાર બમણો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે