બે દિવસના રશિયા પ્રવાસ પર જશે PM મોદી, ઇકોનોમિક ફોરમ બેઠકમાં લેશે ભાગ
abpasmita.in | 02 Sep 2019 06:06 PM (IST)
વિદેશ સચિવ વિજય ગોખલેએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસ અંગેની જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર સપ્ટેમ્બરના રોજ ભારતના જૂના મિત્ર રશિયાના પ્રવાસ પર જશે. મોદી અહી ફક્ત 36 કલાક રોકાશે. વિદેશ સચિવ વિજય ગોખલેએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસ અંગેની જાણકારી આપી હતી. ગોખલેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી ચાર સપ્ટેમ્બર સવારે વડાપ્રધાન મોદી વ્લાદિવોસ્તોક પહોંચશે અને પાંચ સપ્ટેમ્બરના રોજ સાંજે ભારત પાછા ફરશે. વિદેશ સચિવે વધુમાં કહ્યું કે વડાપ્રધાન મોદીના આ પ્રવાસના બે મુખ્ય ઉદેશ્ય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં મુખ્ય અતિથિના રૂપમાં વડાપ્રધાન મોદીને આમંત્રિત કર્યા છે. આ સાથે જ તે 20મી ભારત-રશિયા વાર્ષિક બેઠક કરશે.