વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણી આર્થિક તાકાતને પ્રત્યક્ષ ખતરો આતંકવાદથી છે.આ ખૂબ ત્રાસદીપૂર્ણ છે. આ એવા દેશમાંથી થઇ રહ્યુ છે જે ભારતનો પાડોશી દેશ છે. તેમણે કહ્યું કે, આપણે એવાથી એકમત છીએ કે આતંકવાદ અને તેમના સમર્થકોને સજા મળવી જોઇએ ઇનામ નહીં. હાલ વિશ્વ સમક્ષ સિક્યુરિટી અને માનવ તસ્કરી મોટો પડકાર છે. આ માટેનો રોડમેપ તૈયાર કરવો પડશે.
બ્રિક્સ નેતાઓની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, આજે વધતો આતંકવાદ મિડલ ઇસ્ટ, વેસ્ટ એશિયા યુરોપ અને સાઉથ આફ્રિક માટે મોટો ખતરો છે. એક માનસિકતા એ વાત પર વધુ ભાર આપે છે કે આતંકવાદ રાજકીય ફાયદા માટે યોગ્ય છે પરંતુ આપણે તેની નિંદા કરવી જોઇએ. બ્રિક્સ દેશોએ સીસીઆઇટી કરાર કર્યો છે જેમાં તે આતંકવાદ વિરુદ્ધ એકબીજાના સહયોગ કરશે. ભારતે તાજેતરમાં જ પેરિસ ક્લાઇમેન્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમે વિકાસ અને ક્લાઇમેન્ટ ચેન્જ વચ્ચે સંતુલન બનાવવા માટે કટિબદ્ધ છે.