નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દેશભરમાં 21 દિવસનુ લૉકડાઉન ચાલી રહ્યુ છે, આવામાં દૂરદર્શનની કેટલીક જુની સીરિયલો અને શૉ વર્ષા બાદ પરત ફર્યા છે, જેમાં રામાયણથી લઇને મહાભારત, શક્તિમાન સામેલ છે.

હવે આ લિસ્ટમાં વધુ એક સુપરહીટ સીરિયલ ઘ જંગલ બુક - 'મોગલી ઔર બગીરા' સામેલ થઇ ગઇ છે. 'મોગલી' સીરિયલ એક જમાનાની બાળકો માટેની સૌથી સુપરહીટ સીરિયલ માનવામાં આવતી હતી.



'મોગલી' - ક્યારે થશે ટેલિકાસ્ટ.....
બાળકોની સૌથી મનગમતી સીરિયલ 'મોગલી' વર્ષો બાદ દૂરદર્શન પર રિપીટ ટેલિકાસ્ટ થવાની છે, આ સીરિયલ 8 એપ્રિલ 2020થી બપોરે 1 વાગે ટેલિકાસ્ટ થશે.



આ સીરિયલ રિપીટ કરવાની જાણકારી ખુદ દૂરદર્શને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આપી હતી. તેમને લખ્યું હતું કે- "ધ જંગલ બુક દૂરદર્શન પર. જુઓ પોતાનો મનપસંદ શૉ દરરોજ બપોરે 1 વાગે. 8 એપ્રિલથી શરૂ થવા જઇ રહ્યો છે."