Blast at Police's Intelligence Headquarter: મોહાલીના સોહાનામાં ઈન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસની બહાર વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આ હુમલો આજે સાંજે અંદાજે 7.30 વાગ્યે થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટના એટલી ભયાનક હતી કે આખી બિલ્ડીંગના કાચ તુટી ગયા હતા. આ વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.


બ્લાસ્ટની ઘટના બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગચો હતો. એસએસપી આઈજી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટની ઘટના પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસ સોહાનાના ત્રીજા માળે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઈમારતના ત્રીજા માળે રોકેટથી ચાલતો ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. બ્લાસ્ટ બાદ નજીકની ઈમારતની બારીઓના કાચ તૂટી ગયા હતા. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો આરપીજી દ્વારા કરવામાં આવ્યો હતો. RPG એટલે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ. તસ્વીરમાં તૂટેલા ગ્રેનેડની તસવીર જોઇ શકાય છે.


CM ભગવંત માનની સતત નજરઃ
મોહાલીમાં પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ ઓફિસની બિલ્ડીંગ પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બિલ્ડિંગની બારીઓના કાચ તૂટી ગયા હતા. પંજાબ પોલીસે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવી છે. ઘટનાની જાણકારી મળતાની સાથે જ મુખ્યમંત્રી ભગવંત માને ડીજીપી પાસેથી સમગ્ર મામલાની માહિતી લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી સતત વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે.


પોલીસે નિવેદન જાહેર કર્યુંઃ
મોહાલી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, એસએએસ નગરમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં સાંજે લગભગ 7:45 વાગ્યે એક નાનો વિસ્ફોટ થયો હતો. આમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે અને તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમોને બોલાવવામાં આવી છે. 


આ પણ વાંચોઃ


Sri Lanka: શ્રીલંકામાં ભારેલો અગ્નિ, પ્રદર્શનકારીઓએ PM મહિન્દા રાજપક્ષેનો બંગલો સળગાવી દીધો, જુઓ વિડીયો