ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત વિશ્વના સૌથી મોટા મેળા એટલે કે મહાકુંભમાં માળા વેચવા ઈન્દોરથી આવેલી એક છોકરીની તસવીર વાયરલ થઈ રહી છે, જેની આંખો ખૂબ જ સુંદર હોવાનું કહેવાય છે. એક પછી એક મહાકુંભની આ યુવતીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ યુવતીનું નામ મોનાલિસા છે, જે રુદ્રાક્ષની માળા વેચવા માટે મધ્યપ્રદેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરથી પોતાના પરિવાર સાથે મહાકુંભમાં આવી હતી. હવે બધાનું ધ્યાન આ વાયરલ છોકરી પર છે. મોનાલિસા હવે મેળો છોડીને તેના ઘરે ગઈ છે, જ્યાં એક વ્યાવસાયિક બ્યુટી પાર્લરે તેનો સુંદર મેકઓવર કર્યો છે. હવે આ 'વાયરલ ગર્લ'નો મેકઓવર વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.






મોનાલિસા મેકઓવર વીડિયો


શિપ્રા મેકઓવર બ્યુટી સલૂને વાયરલ ગર્લનો મેકઓવર કર્યો છે. બ્યુટી સલૂનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોનાલિસાના મેકઓવરના એક નહીં પરંતુ ઘણા વીડિયો છે, જેમાં પ્રોફેશનલ કલાકારો તેનો મેકઅપ કરતા જોવા મળે છે. મોનાલિસાના તમામ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી રહ્યા છે. હવે મોનાલિસાના મેકઓવર પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેના મેકઓવરના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને કોમેન્ટ બોક્સમાં ટ્રોલ કરી રહ્યા છે.






સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે અલગ-અલગ કોમેન્ટ


મોનાલિસાના મેકઓવર પર કટાક્ષ કરતા એક યુઝરે લખ્યું, 'પ્રયોગ શરૂ થઈ ગયો છે'. અન્ય એક યુઝરે લખ્યું છે કે, 'હવે આ પણ ભવિષ્યમાં તેનો અસલી રંગ બતાવશે'. ત્રીજા યુઝરે લખ્યું છે કે, 'હવે તેની હાલત પણ રાનુ મંડલ જેવી થશે. અન્ય એક યૂઝર્સે  લખ્યું , 'મેક-અપના નામે તમારી અસલી સુંદરતા ન ગુમાવો.' કેટલાક લોકો એવા છે જે વાયરલ છોકરીના મેકઓવરના વખાણ કરી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું છે કે, 'હવે તેને હિરોઈન બનવાથી કોઈ રોકી શકશે નહીં. અન્ય એક યૂઝર્સે લખ્યું છે, 'હવે તે વધુ સુંદર દેખાઈ રહી છે'.